અંકલેશ્વર: સંજાલીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં, ગ્રામજનોને મુશ્કેલી

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

ચોમાસાની ઋતુમાં અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ પર અત્યંત બિસ્માર બન્યો છે. બિસ્માર માર્ગના કારણે ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.આ માર્ગ પરથી ગ્રામજનો રોજિંદા પસાર થાય છે ત્યારે બિસ્માર માર્ગના  કારણે તેઓએ મુશ્કેલી વેઠવી પડે છે.આ ઉપરાંત માર્ગની બાજુમાં જ ગટરનું દૂષિત પાણી પણ જોવા મળે છે જેના કારણે ગંદકીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે.
ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ગામમાં હાલ વહીવટદારનું શાસન છે. બે વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સરપંચની ચૂંટણી થઈ નથી ત્યારે ગામનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાના આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.સાથે સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે
Latest Stories