New Update
/connect-gujarat/media/media_files/2026/02/09/riksha-2026-02-09-12-48-08.jpg)
રીક્ષા ચોરી કરી દુબઇ ફરાર થઇ રહેલા આરોપીની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ
આર્થિક રીતે દેવાદાર બનતા ચોરીના રવાડે ચઢ્યો
અંકલેશ્વર શહેરમાં આવેલ ઝેનીથ સ્કુલની પાછળના ભાગે આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં ગત તારીખ 6 ફેબ્રુઆરીમાં રોજ ફરીયાદીની ભાડાની રિક્ષા નં-GJ-16-Z-6304 રાત્રીના દસ વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં પાર્ક કરેલ અને બીજા દિવસે સવારના આશરે નવેક વાગ્યે જોતાં રિક્ષા મળી આવેલ ન હતી ત્યારબાદ ફરિયાદીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોહમ્મદ શાકિર હનીફભાઈ રાજ રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુરતી ભાગોળ, અંકલેશ્વર શહેર રિક્ષા ચોરી કરી લઇ જતા દેખાતો હતો.જેથી આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે ઘરે હાજર મળી આવ્યો ન હતો જેથી આરોપીની તપાસ કરતા આરોપીની અમદાવાદ એરપોર્ટથી શારજાહ (દુબઇ)ની ફ્લાઇટ બુક કરાવી હતી. જેથી તાત્કાલિક સર્વેલન્સની એક ટીમ અમદાવાદ ખાતે મોકલી આરોપીની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની વધુ પૂછપરછ કરી તેની પાસેથી ચોરી થયેલ રિક્ષા પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્થિક રીતે દેવાદાર બની ગયો હતો તેણે તેનું ઘર અને ભાઈની રીક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી. રીક્ષા ચોરી કરી તેમાંથી મળેલ રૂપિયા લઇ દુબઇ ભાગી જવાની પેરવીમાં હતો જો કે પોલીસે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો હતો.
Latest Stories