અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા પરંપરાગત રીતે ખોપડી એકાદશીની ઉજવણી

અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરી હતી.મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી

New Update
Advertisment
  • દેવઉઠી અગિયારસની ઠેર ઠેર ઉજવણી

  • મરાઠી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી

  • ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરાય

  • ભગવાન વિષ્ણુની કરાય આરાધના

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisment
અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરી હતી.મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી

દેવઉઠી અગિયારસનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ રહેલું છે. વિવિધ સમાજ દ્વારા આ એકાદશીની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવ ઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના મંગલમૂર્તિ પાર્કમાં વસતા મરાઠી સમાજના સભ્યોએ પરંપરાગત રીતે ખોપડી એકાદશીની ઉજવણી કરી હતી. દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ થતા હોય છે અને ત્યારથી જ લગ્ન સહિતના શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે ત્યારે મરાઠી સમાજ દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી

Latest Stories