-
ઔદ્યોગિક વસાહતમાં આગનો બનાવ
-
ગ્લીન્ડિયા કેમિકલ્સમાં લાગી ભીષણ આગ
-
વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
-
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ
-
7 થી વધુ ફાયર ટેન્ડરની લેવામાં આવી મદદ
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી ગઈ હતી,અને ફાયર લાશ્કરો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લીન્ડિયા (GLINDIA) કેમિકલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી,જોકે જોત જોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી,અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.ઘટના અંગેની જાણ નોટીફાઈડ એરિયા ઓથોરીટીનાં ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા,પરંતુ આગ બેકાબુ બનતા 7થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે.અને લાશ્કરોએ આગ પર ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
જાણવા મળ્યા મુજબ કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાય હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે,ઘટનામાં હાલમાં કોઈ જાનહાની પહોંચી ન હોવાનું પણ જાણવા મળ્યું છે,જ્યારે ભરૂચના ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.