New Update
-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન
-
વિશ્વ મહિલા દિવસની કરાય ઉજવણી
-
નારી શક્તિઓનું કરાયુ સન્માન
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે આજરોજ માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, જાણીતા તબીબ ડો. લતા શ્રોફ,સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા, મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન વિઠ્ઠલાની, ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ,નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધમેન્દ્ર પુષ્પકર્ણ સહિતના આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતા.નારી તું નારાયણી શીર્ષક અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન ખાસ કેક કટિંગ કર્યાં બાદ અંકલેશ્વરમાં વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર 22 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
Latest Stories