New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
3 પ્રકલ્પોનું કરાયુ લોકાર્પણ
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની શ્રીમતી જયાબહેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ત્રણ પ્રકલ્પોનું મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વિકાસ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં સમીર કલ્યાણજી વિઠાણી કેન્સર કેર એકોમોડેશન સેન્ટર, આયોડિન ઇન્ટેન્સિવ કેર યુનિટ અને જેબી ફાર્મા સેમિનાર-કમ-ટ્રેનિંગ હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભવો આ પ્રસંગે જોડાયા હતા. સાથે જ ONGC ના એસેટ મેનેજર જે. એન. સુકનંદન, દાતાઓ જે.બી. ફાર્માના CEO નિખિલ ચોપરા, eskay આયોડીનના MD કેતન શાહ, વિજયાબેન પટેલ, ડો.વંદના પટેલ, વિમલકાંત જેઠવા ઉપસ્થિત રહ્યાં હતાં. AIDS સચિવ અશોક પંજવાણી, ચેરમેન રાજેન્દ્ર ગાંધી, ડૉ. આત્મી ડેલીવાલાએ તમામનો આભાર વ્યક્ત કરી નવી સુવિધાઓથી જિલ્લાની પ્રજાને મળનાર લાભોથી અવગત કર્યા હતા.
Latest Stories