અંકલેશ્વર:માનવ મંદિર નજીક પોલીસની ઓળખ આપી મહિલાના દાગીના પડાવનાર મુંબઈના ગઠિયાની ધરપકડ !

મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં 6 માસ પૂર્વે બન્યો હતો બનાવ

  • મહિલા પાસેથી પડાવાયા હતા દાગીના

  • પોલીસની ઓળખ આપી દાગીના પડાવાયા હતા

  • આરોપીની પોલીસે કરી ધરપકડ

  • મુંબઈમાં રહેતા આરોપીની ધરપકડ

Advertisment
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-25મી નવેમ્બર 2024ના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમ્યાન માનવ મંદિર નજીક બાઈક સવાર 2 ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમ્યાન બન્ને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો.
આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે જીઆઇડીસી પોલીસે આ મામલામાં આરોપી અને  મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલ નગર અંબે વેલી પાસે રહેતો બાદશાહખાન કાઝી બાબુખાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories