New Update
અંકલેશ્વર નગર સેવા સદનનો પ્રયાસ
ઘન કચરાના નિકાલ માટે નવતર પ્રયોગ
સુકાવલી ખાતે પ્રયોગ શરૂ કરાયો
ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ
7 વર્ષ માટે ઇજારેદારને કામ સોંપાયું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં સુકાવલી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની શરૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર પંથકમાં વધતા પ્લાસ્ટિક સહિતના ઘરગથ્થુ ઘન કચરાના પ્રશ્નને ધ્યાને લઈ નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ મળેલી નાણાકીય સહાયથી ખાનગી ઇજારેદાર દ્વારા આધુનિક મશીનરીથી કચરાનું વૈજ્ઞાનિક સેંગ્રેગેશન શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે ૩૮ ટન ઘરગથ્થુ કચરો નીકળે છે, જેનો અગાઉ અયોગ્ય રીતે નિકાલ થતો હતો. જીપીસીબીની દખલ અને નાગરિકોના વિરોધ બાદ હવે ભીનો, સુકો, પ્લાસ્ટિક અને બાયો વેસ્ટ અલગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. આગામી ૭ વર્ષ સુધી સાઈટનું સંચાલન ઇજારેદાર કરશે.
આ સમગ્ર વ્યવસ્થામાં પાલિકાને પ્રતિ ટન અંદાજે રૂ. ૧૦૦૦ જેટલો ખર્ચ થશે, જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન રૂ. ૭૨૫ની ગ્રાન્ટ આપશે. રોજના ૩૮ ટન કચરાના હિસાબે પાલિકાને સ્વ ભંડોળમાંથી દર મહિને અંદાજે રૂ. ૩થી ૪ લાખ જેટલો ખર્ચ કરવો પડશે. બીજી તરફ ઇજારેદાર દ્વારા પ્લાસ્ટિક, બાયો વેસ્ટ અને ભીનાં કચરામાંથી કોમ્પોસ્ટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે.આગામી ૭ વર્ષ સુધી સાઈટનું સંચાલન તેમજ તમામ વહીવટી અને મેન્ટેનન્સની જવાબદારી ખાનગી ઇજારેદાર સંભાળશે.
આ યોજના પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
Latest Stories