અંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કસરત શરૂ કરી, કાયમી કોઈ ઉકેલ શોધાય તે જરૂરી!

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

New Update
  • નગરપાલિકા તંત્રએ સુસ્તી ઉડાવી

  • ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવ્યા

  • શહેર વિસ્તારમાં કરાઈ કામગીરી

  • સેનેટરી વિભાગ દ્વારા પણ કરાઈ સફાઈ ઝુંબેશ

  • ગંદકી કરનાર સામે કરાઈ કાર્યવાહી 

Advertisment

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કવાયત કરવામાં આવી છે.જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલસરગમ કોમ્પલેક્ષ સુધી અને પીરામણથી સુરતી ભાગોળ ,ગોયાબજારમુલ્લાવાડ  સહિતના વિસ્તારોના  મુખ્ય માર્ગો પરના શહેર પોલીસની ટીમ સહિત પાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી.જેના પગલે કેટલાક દબાણ કરતાઓએ સ્વૈચ્છીક  પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા. આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા 7,000 થી વધુનો દંડ વસૂલ્યો હતો.

 

Latest Stories