અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા સ્વરછતા હી સેવા પખવાડીયાનો પ્રારંભ, કર્મચારીઓનું કરાયુ સન્માન

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં આયોજન

  • નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું

  • સ્વરછતા હી સેકઆ પખવાડિયાનો પ્રારંભ

  • શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • કર્મચારીઓનું કરાયુ સન્માન

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં  નગર પાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સુરેશ પટેલ અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories