New Update
અંકલેશ્વરમાં યોજાય હરાજી
નગર સેવા સદન દ્વારા હરાજીનું આયોજન
5 દુકાન અને 1 હોલની હરાજી
રૂ.3.79 કરોડની ઉભી થઇ આવક
રકમ સ્વભંડોળમાં વાપરવામાં આવશે
અંકલેશ્વર નગર સેવાસદન નિર્મિત શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાન અને એક હોલની હરાજી યોજાઇ હતી જેમાં નગર સેવા સદનને રૂ.3.79 કરોડની આવક ઊભી થઈ છે
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે મલ્ટીપલ શોપીંગ બનાવવામાં આવ્યું હતું. જેમાં 4 દુકાન અને બે હોલ ઉભા કર્યા હતા. જેના વેચાણ માટે પાલિકા દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ વિભાગમાં મંજૂરી મેળવ્યા બાદ તેની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ યોજવામાં આવેલ જાહેર હરાજીમાં જવાહર બાગના શોપીંગ સેન્ટરમાં પ્રથમ ચાર દુકાનની હરાજી યોજાઈ હતી.હરાજી પ્રક્રિયામાં ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત , કારોબારી ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પાલિકાની કુલ 5 દુકાન અને એક હોલ મળી 6 મિલકતમાંથી 3.79 કરોડની આવક ઉભી થઇ હતી. જાહેર હરાજીમાંથી ઉભી થયેલ આવક પાલિકાના સ્વ ભંડોળમાં એકત્ર કરવામાં આવશે તેમાંથી આગામી દિવસોમાં પાલિકાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
Latest Stories