https://youtu.be/towoxhebSPs
ઉમરવાડા સહિતના ગામોમાં CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ
પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તાલીમનું આયોજન
વિવિધ કોર્સની અનેક તાલીમાર્થી બહેનો લઈ રહી છે તાલીમ
પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના MD દ્વારા લેવાય મુલાકાત
તાલીમાર્થી બહેનો અને બાળકો સાથે જન્મદિવસની ઉજવણી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તથા ઘોડિયા ઘરની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ તાલીમાર્થી બહેનો તેમજ બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
https://www.facebook.com/share/v/1MQJKoYSDf/
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા સહિત આસપાસના ગામોમાં પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે, ત્યારે ઉમરવાડા ગામમાં પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તથા ઘોડિયા ઘરની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની તાલીમાર્થી બહેનો તેમજ ઘોડિયા ઘરમાં નાના બાળકો સાથે મળીને કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉમરવાડા ગામમાં પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે આજથી નવા વર્ગનો પ્રારંભ થયો છે, જ્યાં સિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લરની તાલીમ લેનાર તમામ તાલીમાર્થી બહેનો સાથે વાતચીત કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ અવસરે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીએ તમામ તાલીમાર્થી બહેનોને સારી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. વધુમાં તાલીમ મેળવનાર બહેનોએ પણ જરૂરી માર્ગદર્શન મેળવી આત્મનિર્ભર બનવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, ગામના આગેવાન સુલેમાન ગંગાત (બાબુ વકીલ), ફેમીદા ગંગાત સહિતના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.