-
અંકલેશ્વર કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
-
કોર્ટ સંકુલ માટે બનાવાયો નિયમ
-
હેલમેટ વગર ટુ વ્હીલર ચાલકોને સંકુલમાં નો એન્ટ્રી
-
પોલીસ દ્વારા ગેટ પર જ ટુ વ્હીલર ચાલકોને અટકાવાયા
-
હાઇકોર્ટના પરિપત્ર બાદ લેવાયો નિર્ણય
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા મુદ્દે ઝાટકણી કાઢી હતી અને હાઇકોર્ટમાં હેલ્મેટ વગર ટુ વહીલર ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ત્યારે હવે અંકલેશ્વર કોર્ટમાં પણ આ પરિપત્રનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર કોર્ટમાં આવતા ધારાશાસ્ત્રીઓ, કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોને હેલ્મેટ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી.
હેલ્મેટ વગર ટુ વહીલ ચલાવવાના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાની શક્યતા વધી જાય છે જેના કારણે હાઇકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર કોર્ટમાં હવે ટુ વહીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ અપાતો નથી અને દરેક વાહન ચાલકોને હેલમેટ ફરજિયાત પહેરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ માટે પોલીસ કર્મચારીઓ કોર્ટના ગેટ પર ઉભા રહી વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને તેઓને હેલ્મેટ પહેરવા અંગે આદેશ આપી રહ્યા છે.