અંકલેશ્વર:બેઇલ કંપનીને દુષિત પાણી નિકાલ બદલ નોટિફાઈડ વિભાગે પાઠવી નોટીસ, રૂ.5 લાખ સુધીનો થશે દંડ

ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે બેઇલ કંપની

  • કંપનીએ દુષિત પાણીનો કર્યો હતો નિકાલ

  • નોટીફાઇડ વિભાગ દ્વારા નોટીસ પાઠવાય

  • રૂ.5 લાખ સુધીનો દંડ વસુલ કરાશે

  • અગાઉ GPCBએ પણ પાઠવી છે નોટીસ

અંકલેશ્વર જીઆઈડીસીની બેઇલ કંપની તાજેતરમાં વરસાદની આડમાં પ્રદુષિત પાણી ખુલ્લી વરસાદી ગટરમાં છોડતી રંગે હાથ ઝડપાતા જીપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓર્થોરિટીએ પણ નોટિસ પાઠવી દંડ વસુલ કરવાની તજવીજ હાથ ધરી છે.
ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી.જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનીટરીંગ ટીમ દ્વારા પ્રદુષિત પાણીના નમુના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યુ હતુ.નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકશાન પહોંચાડવા બદલ બેઇલ કંપની એ નોટિસ ફટકારવામાં આવી હતી.નોટિફાઈડ વિભાગના ધારાધોરણ મુજબ લાર્જ સ્કેલ કંપનીને જોતા અંદાજે રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે.એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઈડ વિભાગે તજવીજ હાથ ધરી છે.
Latest Stories