અંકલેશ્વર: ઉટીયાદરા ગામની શીલાલેખ સોસા.માંથી રૂ.3 લાખનો દારૂ ઝડપાવવાના મામલે કુખ્યાત આરોપીની ધરપકડ

અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

New Update
Screenshot_2025-06-18-15-20-35-59_6012fa4d4ddec268fc5c7112cbb265e7

અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમી ગત તારીખ-3જી મેના રોજ ભરૂચ એલસીબીને મળતા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 5 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ હાંસોટના અબ્દુલ રજ્જાક રફીક કાંનુગાની સબજેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories