અંકલેશ્વર: અમરાવતી ખાડી રસાયણ યુક્ત પાણીના કારણે અસંખ્ય માછલીના મોત, GPCBએ તપાસ શરૂ કરી

અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે

New Update
  • અંકલેશ્વરમાં અસંખ્ય માછલીના મોત

  • અમરાવતી ખાડીમાં માછલીના મોત નિપજ્યા

  • રસાયણયુક્ત પાણીના કારણે મોત નિપજ્યા

  • જીપીસીબીની ટીમે પાણીના સેમ્પલ લીધા

  • બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન

અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલર યુક્ત અને દુર્ગંધ વાળું પાણી વરસાદી પાણી સાથે સી પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ  અમરાવતી ખાડીમાં ગયું છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી હતી.પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયા, સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયાએ સ્થળ તપાસ કરી હતી.જીપીસીબી દ્વારા અમરાવતી ખાડી પાણી ન અને મૃત્યુ પામેલ માછલીઓના સેમ્પલનું લેવામાં આવ્યા હતા. 
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.