અંકલેશ્વર: રોટરી ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ભાવેશ હરીયાણીની વરણી

અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • રોટરી ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ

  • નવા પ્રમુખ તરીકે ભાવેશ હરિયાણીની વરણી

  • ડિસ્ટ્રીકટ ગવર્નર તરીકે દેવાંગ ઠાકોર

  • રોટરીના સભ્યો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ AIA ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખ તરીકે ભાવેશ હરિયાણી તો RI 3060ના ડિસ્ટ્રીક ગવર્નર તરીકે અમરદીપસિંહ બુનેટે શપથ ગ્રહણ કર્યા હતા.રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર ભરત પંડ્યાએ તેઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા.આ પ્રસંગે પ્રમુખ રચના પોદાર, ઇવેન્ટ ચેરમેન દેવાંગ ઠાકોર અને સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા