ભક્તોના મનની ઈચ્છા પૂરી કરતા અંતરનાથ મહાદેવ
અંક્લેશ્વરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ
શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો બન્યા શિવમગ્ન
અંતરનાથ મહાદેવ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ
મંદિર પરિસર ૐ નમઃ શિવાયના ગગનભેદી મંત્રથી ગુંજી ઉઠ્યું
અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.
અંકલેશ્વરનું નામ અંતરનાથ મહાદેવના નામ પરથી પડ્યું હતું.શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલ અંતરનાથ મહાદેવ મંદિરે સામાન્ય દિવસોમાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે,પરંતુ શ્રાવણ મહિનામાં ભોળા સંભુની ભક્તિનો અનેરો મહિમા રહ્યો છે.આજરોજ શ્રાવણના પ્રથમ સોમવારે અંતરનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.અને શિવભક્તોએ અંતરનાથ મહાદેવનું પૂજન અર્ચન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.આ ઉપરાંત મંદિર પરિસરમાં બિરાજમાન નવ ગ્રહના દર્શનનો પણ લ્હાવો લીધો હતો.