અંકલેશ્વર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય...

અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

New Update
  • PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિનું આયોજન

  • શહેરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • મહા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • સમગ્ર શિબિર દરમ્યાન મોટી સંખ્યામાં રક્તદાતાઓની ઉપસ્થિતી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતઅંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાસંઘના પ્રભારી મહેશ પટેલકન્વીનર ઈશ્વર પરમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories