New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
ઓ.એન.જી.સી.દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
સફાઈ કામદારોના આરોગ્યની તપાસ કરાય
નિષ્ણાત તબીબોએ આપી સેવા
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વર નગર પાલિકા અને હાંસોટની કાકાબા હોસ્પિટલ તેમજ ઓ.એન.જી.સીના સી.એસ.આર ફંડમાંથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો ઓ.એન.જી.સી અને નગર પાલિકાના સફાઈ કર્મીઓએ લાભ લીધો હતો.કેમ્પમાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત અને ઓ.એન.જી.સીના અધિકારીઓ તેમજ સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories