New Update
/connect-gujarat/media/media_files/2025/10/31/dmgaaa-2025-10-31-15-07-07.png)
ભરૂચના હાંસોટ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો ડાંગરનો પાક સંપૂર્ણ ભીની થઈ જવાથી અંકુરિત થવા લાગ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, પાક કાપણી માટે તૈયાર હતો ત્યારે અચાનક પડેલા વરસાદે આખી મહેનત બરબાદ કરી નાખી. ભેજ વધવાથી ડાંગરના દાણા ફૂલીને અંકુરિત થઈ ગયા છે, જેના કારણે પાક બજારમાં વેચાણયોગ્ય રહ્યો નથી. પરિણામે ઘણા ખેડૂતોને સંપૂર્ણ પાક કચરામાં ફેંકી દેવાની નોબત આવી છે.ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ તેઓને સારો ઉપજ મળવાની આશા હતી, પરંતુ કુદરતની મારથી હવે મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર વહેલી તકે નુકશાનીનું વળતર જાહેર કરે એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories





































