New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન
પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો
શતાબ્દી વર્ષની કરવામાં આવી ઉજવણી
મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે આ સાથે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝાથી પથ સંચલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા.સંઘની ઓળખ સમાન ગણવેશ પહેરી શિસ્તબદ્ધ રીતે કાર્યકરોએ મુખ્ય માર્ગ પર થઇ ભડકોદ્રા ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંઘચાલક જવાહ વરેલાની, ભરૂચ વિભાગ સહકાર્યવાહક અલ્પેશ પટેલ, અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મજાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.
Latest Stories