ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વમાં માઇભક્તો જોડાયા
જાણીતા ગીતકારોએ પોતાના સુમધુર કંઠે ગરબા રજૂ કર્યા
ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા
ખેલૈયાઓના પ્રતિસાદ બદલ આયોજકોએ આભાર માન્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ખૂબ થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના પ્રથમ નોરતાથી અહીં જાણીતા ગીતકારોએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમાવી રહ્યા છે. આ સાથે જ ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી દરમ્યાન શ્રેષ્ઠ ખેલૈયાઓને રોજેરોજ ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારમાંથી રોજેરોજ પધારતા ખેલૈયાઓના બહોળા પ્રતિસાદ બદલ ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના સભ્યોએ આભાર વક્ત કર્યો હતો.