અંકલેશ્વર: ગાર્ડનસીટીમાં પાડોશીઓની તકરારમાં કાર સળગાવી દેનાર 2 મહિલાઓની પોલીસે કરી ધરપકડ

પોલીસે કાર સળગાવી દેનાર પલ્લવી પાટીલ અને અન્ય એક મહિલાની ધરપકડ કરી છે.પાડોશી મહિલા સાથેની તકરારમાં મારામારીની રીસ રાખી બન્નેએ ફરિયાદીની કાર સળગાવી દીધી હતી

New Update
garden city
Advertisment
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓ વચ્ચેની તકરારમાં કાર સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો.અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી આ દરમ્યાન  રાત્રિના સમયે બે મહિલાઓ મોપેડ પર આવી કારને સળગાવી ત્યાંથી ચાલી જાય છે.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે બન્ને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
Advertisment
આ મામલામાં પોલીસે કાર સળગાવી દેનાર પલ્લવી પાટીલ અને અન્ય એક મહિલાની ધરપકડ કરી છે.પાડોશી મહિલા સાથેની તકરારમાં મારામારીની રીસ રાખી બન્નેએ ફરિયાદીની કાર સળગાવી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories