New Update
/connect-gujarat/media/media_files/2024/12/21/huzB9vEYK0KBgvQpGrI7.jpg)
અંકલેશ્વરના ન્યુ સંજાલી સ્ટેશનથી અપ લાઈનના ટ્રેક ઉપરથી ઈ.આર.સી. ક્લીપ અને મેટલ લાઈનરની ચોરીના સંડોવાયેલ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા ગત તારીખ-૧૫મી ડીસેમ્બરના રોજ અંકલેશ્વરના ન્યુ સંજાલી સ્ટેશનથી અપ લાઈનના ટ્રેકની હાલ કામગીરી ચાલી રહી છે.તે દરમિયાન અજાણ્યા ઈસમો આ સ્થળેથી અપ લાઈનના ટ્રેક ઉપરથી ઈ.આર.સી. ક્લીપ નંગ-૭૩ અને મેટલ લાઈનર નંગ-૬ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.તે દરમિયાન પોલીસે આંબોલી ગામમાં રહેતો અલ્પેશ ગોકુળ વસાવા,મહેશ ઉદેસીંગ વસાવા અને સન્મુખ મથુર વસાવાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories