અંકલેશ્વર: કોસમડીની સાંઈ વાટીકા સોસા.માંથી વિદેશી દારૂ ઝડપાવવાનો મામલો, ફરાર બુટલેગરની પોલીસે કરી ધરપકડ

કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Bootlegger Arrest
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસે એક ઇસમ એક્ટિવા ઉપર આગળના ભાગે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 14 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 64 હજારથી વધુના મુદ્દામાલ સાથે કોસમડીના ડોલર એપાર્ટમેન્ટ ખાતે રહેતો બુટલેગર સચિન દાજ સોનવણેને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જયેશ પ્રભાકર પવાર ફરાર હતો.આ મામલામાં પોલીસે ફરાર બુટલેગર પ્રભાકર પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories