New Update
/connect-gujarat/media/media_files/2024/12/03/yPirUarSBU34OgbGyux1.jpg)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ૭૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદ મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલ સગેવગે કરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એકટીવા લઇ ફરાર થઇ ગયો હતો જયારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી..
પોલીસે ૬૨ હજારનો દારૂ અને ફોન મળી કુલ ૭૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને બુટલેગર શાહરૂખ મહેમુદ મન્સૂરીને ઝડપી પાડ્યો હતો જયારે દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories