/connect-gujarat/media/media_files/2025/07/29/jugrrios-2025-07-29-14-08-45.jpg)
અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતે ખાડી પાસે ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા છ જુગારીયાઓની તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ધરપકડ કરીને રૂપિયા 13,620નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,ત્યારે મળેલી બાતમીને આધારે પોલીસે નવાગામ કરારવેલની ખાડી પાસે ખુલ્લી જગ્યામાં જામેલી શ્રાવણીયા જુગારની મહેફિલ પર દરોડો પાડ્યો હતો.અને પોલીસના દરોડાથી જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે પત્તાપાનાનો શ્રાવણીયો જુગાર રમતા જાવેદ ઈસ્માઈલ ડાભી,યોગેશ ગણેશભાઇ વસાવા,સાદીક અકબરભાઈ ચૌહાણ,ઈકબાલ કાસમ ચૌહાણ,મનિષ દલપતભાઇ પટેલ,ટીના ચંદુભાઈ વસાવાની ધરપકડ કરી હતી.અને જુગાર દાવ પર લાગેલા તેમજ અંગઝડતીના મળીને કુલ રૂપિયા 13,620નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.