-
અંકલેશ્વરમાં લાંબરમૂછિયાઓની ગુંડાગીરી
-
પ્રેમસંબંધની રીસ રાખીને યુવતીના ઘરે મચાવ્યો આતંક
-
યુવતીના પરિવારના સભ્યોને મારમારીને આપી ધમકી
-
યુવતીના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ
-
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ એક વોન્ટેડ
અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસેની એક સોસાયટીમાં યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને ચાર જેટલા તોફાની ઈસમોએ ધાંધલ ધમાલ મચાવી હતી,અને યુવતીના પરિવારને મારમારીને ધાકધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અંકલેશ્વર કાપોદ્રા પાટીયા નજીક આવેલી સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે ચાર જેટલા તોફાની તત્વોએ રીતસરની ગુંડાગીરી કરી હતી.એમાં બન્યું કંઈક એવું હતું કે યુવતી સાથેના પ્રેમસંબંધની રીસ રાખીને ચાર ઈસમો ઓડી કારમાં સવાર થઈને મધ્યરાત્રિ બાદ યુવતીના ઘરે પહોંચી ગયા હતા.અને યુવતીનો ભાઈ કંઈ સમજે ત્યાર પહેલા તેને મારમારવા લાગ્યા હતા,અને યુવતીને અર્ધનગ્ન હાલતમાં બાથરૂમાંથી ખેંચી લાવીને મારમારી ધાકધમકી આપી હતી.સર્જાયેલી ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી.જોકે આ ઘટના સંદર્ભે યુવતીના ભાઈએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ ઈસમો રામ મિશ્રા,અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય એક અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ગુન્હામાં વપરાયેલ ઓડી કાર નંબર GJ-16-CH-8418 પણ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.