અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેકટના સામાનની ચોરી કરનાર 2 ઇસમોની પોલીસે કરી અટકાયત

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલ્લર બનાવવા માટે મુકેલ સામાનની ચોરીમાં બે ઈસમોની સંડોવણી બહાર આવી 

New Update
a

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની થઈ હતી ચોરી

રૂ.92 હજારના સામાનની ચોરી થઈ હતી

એ ડિવિઝન પોલીસને મળી સફળતા

2 આરોપીઓની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલ્લર બનાવવા માટે મુકેલ સામાનની ચોરીમાં બે ઈસમોની સંડોવણી બહાર આવી 
ભરૂચના ઝાડેશ્વરની ઉમાંકુંજ સોસાયટીમાં રહેતા ગમારામ ચૌધરી જય અંબે એન્ટર પ્રાઈઝ સિક્યુરીટીના કોન્ટ્રકટમાં નોકરી કરે છે.જેઓની કંપની દ્વારા આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક અમદાવાદ-મુંબઈ સુધી નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલે છે.જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલ્લર બનાવવા માટે મુકેલ મટીરીયલ સાઈટ ઉપર અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી વિવિધ મટીરીયલ પૈકી પ્લેટો મળી કુલ ૯૨ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે આ ચોરીમાં સંડોવાયેલ આંબોલી ગામમાં રહેતો મુકેશ માનસન વસાવા અને વાલ્મીકી વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories