અંકલેશ્વર: ચાલુ બાઈકે ફોન પર વાત કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની  પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

a
New Update

અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની  પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ભુતીયાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બી ડીવીઝન પોલીસ મથકના મોબાઇલ ફોન સ્નેચીંગના બે ગુનામા સંડોવાયેલ ઝઘડિયા તાલુકાના માલપોર ગામના તળાવ ફળિયામાં રહેતો પરેશ કાભાઈ વસાવા,દક્ષેશ સુમનભાઈ વસાવા અને સતીષ ઉર્ફે ગીરીશ રાજુભાઈ વસાવા તેમજ ગોલુકુમાર ચતુરી  દાસ સહીત એક લબરમૂછિયાને ઝડપી પાડી પાડ્યો હતો.ઝડપાયેલ આરોપીઓ ચાલુ બાઈકે અને રોડ ઉપર ચાલતા ફોનમાં વાત કરતા લોકોને જ નિશાન બનાવતા હોવાની ટેવ ધરાવે છે જેઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
#CGNews #Ankleshwar #thieves #police #Accused arrested #Ankleshwar police #Snatchers
Here are a few more articles:
Read the Next Article