New Update
અંકલેશ્વરમાં પોલીસની કાર્યવાહી
સઘન વાહન ચેકીંગ કરાયુ
શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં કાર્યવાહી
નશાખોરો પર બોલાવવામાં આવી તવાઈ
ફાર્મ હાઉસ-હોટલો પર ચેકીંગ
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં 31stની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરી નશાખોરો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.અંકલેશ્વરમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં પી આઈ આર.એચ વાળા સહિત સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈની દેખરેખ હેઠળ પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં વાહનચાલકોની ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં વાહન ચાલકોને બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતાં.આ ઉપરાત ફાર્મહાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતું.
Latest Stories