-
આગ,પ્રદૂષણ સહિતના મુદ્દે બદનામ સ્ક્રેપ માર્કેટ
-
ભંગારના ગોડાઉન પર પોલીસની તવાઈ
-
અંકલેશ્વરમાં પોલીસે યોજી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ
-
પોલીસની 10 ટીમો દ્વારા કરાઈ કાર્યવાહી
-
પોલીસે 80થી વધુ લોકો સામે કરી કાર્યવાહી
અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં છાશવારે આગ લાગવાના બનાવો તેમજ પ્રદૂષણ મુદ્દે વિવાદ સર્જાતો રહે છે.ત્યારે ભરૂચ SOGએ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી.અંકલેશ્વરના અંસાર અને નોબલ માર્કેટમાં કલાક સુધી ગોડાઉનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ ચેકિંગમાં 11 અધિકારીઓ, 90 પોલીસ જવાનોની 10 ટીમોએ સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપનો ધંધો કરતા ઇસમોની સઘન તપાસ કરી હતી.
ચેકીંગ દરમિયાન સ્ક્રેપ ગોડાઉન, શકમંદ જગ્યા, ભાડા કરાર નહી કરનાર ઈસમોના પોલીસ વેરીફીકેશન બાબતે ચેક કરતા જાહેરનામા ભંગના 50 કેસ.,બી રોલના 25 કેસ તેમજ બી.એન.એસ.એસ.ની કલમ હેઠળ 9 કેસ કરવામાં આવ્યા હતા.ચેકીંગમાં એલસીબી, અંકલેશ્વરના તમામ ડિવિઝન અને પાનોલી પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો.