New Update
-
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
-
27 ભેંસને મુક્ત કરાવવામાં આવી
-
ટ્રકમાં ક્રુરતા પૂર્વક બાંધી લઈ જવાતી હતી ભેંસ
-
4 આરોપીઓની પોલીસે કરી અટકાયત
-
રૂ.16.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે
અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલી સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા આશિષ સોની અને તેના મિત્રો રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસે હતા તે દરમિયાન ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં પશુઓની હેરાફેરી થઈ રહી હોવાનું તેઓને જાણવા મળ્યું હતું જેના આધારે તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.પોલીસના કર્મચારીઓએ રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીક પહોંચી તપાસ કરતા બે ટ્રકમાં ક્રુરતા પૂર્વક બાંધેલ હાલતમાં 27 ભેંસ મળી આવી હતી.
આ અંગે ટ્રકના જીશાન મન્સૂરી, ક્લીનર ઇમરાન જમાદાર તેમજ અન્ય ટ્રકના ચાલક આરીફ શેખ અને આબીદ સુલ શેખની પૂછતાછ કરતા તેઓ પાસેથી પશુઓની હેરફેર અંગેના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.આથી પોલીસે ચારેય આરોપીની અટકાયત કરી હતી અને તેઓ પાસેથી રૂપિયા 2.70 લાખની 27 ભેંસ અને રૂપિયા 14 લાખની કિંમતની બે ટ્રક સહિત 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.