અંકલેશ્વર : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી રૂ. 1.85 લાખના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ. 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો.

New Update
a

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ. 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો.

મળતી માહિત અનુસારગત તા. 12મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી દરમ્યાન અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઈટ ખાતે લોખંડની GT બ્રીજ પરથી પ્લેટ નંગ 44 સહીત અન્ય પ્લેટો મળી કુલ રૂ. 1.85 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ ચોરીમાં અગાઉ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અવિનાશ વસાવાઅરુણ વસાવાસંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી 23 નંગ પ્લેટ મળી રૂ. 96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોત્યારે હવે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 12 નંગ પ્લેટ મળી 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે નોબેલ માર્કેટમાં રહેતા દીલસાર મકબુલ શાહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories