અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને આવેલા સ્ક્રેપના માર્કેટમાં હોળીના દિવસે આગ ફાટી નીકળી હતી.એક ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા એક પછી એક સ્ક્રેપના 8 જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.નજીકમાં આવેલા ભડકોદરા ગામના રહેવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો ઉઠી હતી.આ મામલે તંત્ર દ્વારા ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉનને તોડી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે. આગ લાગવાની ઘટનામાં પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સ્ક્રેપના માર્કેટમાં જો કોઈ શંકાસ્પદ અથવા ગેરકાયદેસર ગતિવિધિ દેખાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.
અંકલેશ્વર: NH 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગવા મામલે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
New Update
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
NH 48 નજીક સ્ક્રેપ માર્કેટમાં લાગી હતી આગ
સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળ્યા હતા
મામલામાં પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
પોલીસ તપાસનો ધમધમાટ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે
Latest Stories