ભરૂચ: વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આક્ષેપોનો વિરોધ

ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગેવાન યુવરાજસિંહ વિરુદ્ધ  વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આગેવાનો પાયા વિહોણા આક્ષેપ કરી સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • વિદ્યુત કામદાર સંઘ દ્વારા રજુઆત

  • આગેવાન યુવરાજસિંહના આક્ષેપોનો વિરોધ

  • સંગઠન પર કરવામાં આવ્યા હતા આક્ષેપ

  • કડક કાર્યવાહીની માંગ 

ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગેવાન યુવરાજસિંહ વિરુદ્ધ  વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આગેવાનો પાયા વિહોણા આક્ષેપ કરી સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા
ગુજરાતના આગેવાન અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તાજેતરમાં યોજેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઊર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકો કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ કક્ષાની ભરતી પ્રક્રિયા દરમ્યાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ, આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી.
આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંઘના જનરલ સેક્રેટરી  ચિરાગ  શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિમંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી 35,000થી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું કે આવા આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને ‘બ્લેકમેલિંગ’નો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Latest Stories