New Update
અંકલેશ્વરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ
પોલીસ દ્વારા ચેકીંગ કરાયુ
ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી
વાહનચાલકો પાસે દંડ વસુલ કરાયો
30 જુલાઈ સુધી ચાલશે ડ્રાઇવ
અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફ જતા માર્ગ ઉપર જિલ્લા પોલીસ ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોથી જાગૃત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે આજેથી 30મી જુલાઈ સુધી ખાસ ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ,ચાલુ વાહને ફોનનો ઉપયોગ,નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણ,સીટબેલ્ટ,રોંગ સાઇડ દ્રાઈવિંગ,ડાર્ક ફિલ્મ,વધુ પેસેન્જર અને દ્રાઈવિંગ લાયસન્સ,પી.યુ.સી.,ઓવર લોડ તેમજ મોડીફાઈડ સાયલન્સર સહિત ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જી.આઈ.ડી.સી.તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક પોલીસે ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories