New Update
અંકલેશ્વર તાલુકા પોલીસે હજાત ગામના ભાથીજી મંદિર ફળિયામાં મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે જુગારીયાઓ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકાનાં હજાત ગામના ભાથીજી મંદિર ફળિયામાં મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના દીવા રોડ ઉપર જલારામ નગર પાસે આવેલ વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતો અરુણ ઉર્ફે તિનો નટવરલાલ મોદી અને સુરેશ ઉર્ફે પપ્પુ ગણપત દલાલને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય જુગારી શંકર વસાવા અને વિનોદ નામનો જુગારી ફરાર થઈ ગયો હતો.
Latest Stories