અંકલેશ્વર: પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 4 લોકોની ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નવસારી જિલ્લા પાર્સિંગની એક કાર આવતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

New Update
Ankleshwar Polie Seized Foreign Liquor
અંકલેશ્વરમાં પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ગોકુલધામ સોસાયટીની સામે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નવસારી જિલ્લા પાર્સિંગની એક કાર આવતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 
પોલીસે 3,000 થી વધુના દારૂના જથ્થા સાથે સુરતના કાપોદ્રા સ્થિત લંબે હનુમાન રોડ રહેતા અંકિત પ્રવીણ  મકવાણા,સુનિલ ભગવાન ખેરાળા અને કાળુ ભીખા ચાવડાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં રહેતો બુટલેગર સીનોદકુમાર ઠાકુરના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 2 હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
Latest Stories