અંકલેશ્વર: ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનની તૈયારીઓ શરૂ, રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ !

અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે  દશેરાને દિવસે  રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

New Update

અંકલેશ્વરમાં થશે દશેરાના પર્વની ઉજવણી

ONGC ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે

રાવણ-મેઘનાદ-કુંભકર્ણના પૂતળાનું નિર્માણ

રાવણ દહનના કાર્યક્રમની તડામાર તૈયારી

રામલીલા પણ રજૂ કરાશે

અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે  દશેરાને દિવસે  રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
આસુરી શક્તિ પરદેવી શક્તિના વિજયના પર્વ એટલે કે દશેરાની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં ઓએનજીસી કોલોની ખાતે પણ છેલ્લા ઘણા વર્ષોથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે જેમાં દશાનન રાવણ,મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દશનન રાવણના 46 ફૂટ ,કુંભકર્ણના 45 ફૂટ અને મેઘનાદના 45 ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.છેલ્લા 50 દિવસથી કારીગરો પૂતળા બનાવવાની કામગીરીમાં જોડાયા છે.ત્રણ પૂતળા બનાવવામાં  24 ફૂટના 300થી વધુ બાંબુ,સાડી અને પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ રાવણ દહનના કાર્યક્રમમાં અનેરું આકર્ષણ બનશે તો સાથે રામલીલા પણ રજૂ કરવામાં આવશે
#Ankleshwar #Ravan #ONGC Colony #Dussera #Ankleshwar ongc
Here are a few more articles:
Read the Next Article