New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન
આઇસેક્ટ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો
કૌશલ્ય વિકાસ યાત્રાનું આગમન
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેરની જીનવાલા સ્કુલ ખાતે કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઇસેક્ટ સંસ્થા દ્વારા આયોજિત કૌશલ્ય યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઇસેક્ટ સંસ્થા દ્વારા 6 ઓક્ટોબરથી કૌશલ વિકાસ યાત્રા 2025નો પ્રારંભ કરાયો છે.આ યાત્રા 20 રાજ્યોના 300 જિલ્લામાં અને 500 શાળાઓ-કોલેજોમાં પહોંચશે જે અંતર્ગત આ યાત્રા અંકલેશ્વર શહેરની જીનવાલા સ્કુલ ખાતે આવી પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ યાત્રાનો હેતુ AI Literacy Mission, ડિજિટલ કૌશલ્ય અને કરિયર માર્ગદર્શન દ્વારા યુવાનોને ટેક્નોલોજી સાથે જોડવાનો છે. આયોજન દરમિયાન મફત AI સેમિનાર, વર્કશોપ, કરિયર કાઉન્સેલિંગ અને ટેક પ્રદર્શન યોજાય રહ્યા છે. NSDC દ્વારા માન્ય 250થી વધુ કોર્સ અંગે માહિતી આપવામાં આવી રહી છે. વિકસિત ભારત 2047 માટે યુવાનોને સક્ષમ બનાવવાના પ્રયાસના ભાગરૂપે આ યાત્રા યોજાઈ રહી છે.
Latest Stories