New Update
અંકલેશ્વરમાં ચોરીના બનાવો યથાવત
નવા બોરભાઠા ગામમાં તસ્કરો ત્રાટકયા
શ્રીનાથપાર્કના બંધ મકાનને બનાવ્યું નિશાન
રૂ.4.95 લાખના માલમત્તાની ચોરી
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે.સોસાયટીમાં રહેતા જયેશ આહિર ગતરોજ પોતાની નોકરી ઉપર ગયા હતા અને પત્ની ખાનગી હોસ્પીટલમાં તેઓના માતાની ખબર અંતર પૂછવા માટે મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો ઘરના પાછળના ભાગે બેડરૂમની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ રોકડા 40 હજાર તેમજ સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડિવિઝ્ન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories