અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું
SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે