અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ પર જ વરસાદી પાણી ભરાતા હાલાકી,પાલિકાની ગટર લાઈનના કારણે સર્જાઈ પરિસ્થિતિ

અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

New Update
  • પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાયા

  • પાલિકાની ગટર લાઈન ચોકઅપ થતા સર્જાઈ સમસ્યા

  • વરસાદના શરૂઆતમાં જ રોડ પર પાણી ફરી વળ્યા

  • પાણી ભરાતા રિક્ષા ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

  • પાલિકા દ્વારા ગટર લાઇન સાફ કરવાની માંગ

અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પાલિકાની ગટર લાઈન ચોકઅપ થઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે,અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે,જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોનો જમાવડો જોવા મળે છે.પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતા રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે.નગરપાલિકાની ગટર લાઈન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ પર ભરાય ગયું હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે,તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઈનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી રહ્યા છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.