New Update
-
અંકલેશ્વર નગર સેવા સદનની કામગીરી
-
બિસ્માર માર્ગોનું કરાયુ સમારકામ
-
રેલવે સ્ટેશનથી ચર્ચ સુધીના માર્ગનું સમારકામ
-
રૂ.20 લાખનો ખર્ચ કરાયો
-
પદાધિકારીઓ કર્યું નિરીક્ષણ
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રેલવે સ્ટેશનથી ચર્ચ સુધી ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે
અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ અંગે નગર સેવાસદનમાં વારંવાર રજૂઆત કરાતા તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.નગર સેવા સદન દ્વારા રૂ.20 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે. જેનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગર સેવકોએ નિરિક્ષણ કર્યું હતું. અત્યંત બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અને નગર સેવા સદનના પદાઅધિકારીનો આભાર માન્યો હતો
Latest Stories