ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા
બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી
તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઇ
ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગનું સમારકામ
વાહનચાલકોને મળશે રાહત
ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હવે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8ના માર્ગ પર પેચિંગવર્ક શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો જેના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવર જવર કરતાં સેંકડો વાહન ચાલકો હાલાકી બેઠી રહ્યા હતા પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચિંગ વર્ગ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં માર્ગ પર જે જગ્યાએ ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશેન પેચિંગ વર્ક પૂર્ણ થઈ ગયા બાદ વાહનચાલકોને રાહત મળશે.