અંકલેશ્વર: ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગ પર સમારકામની કામગીરી શરૂ !

અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

New Update

ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા

બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઇ

ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગનું સમારકામ

વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હવે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8ના માર્ગ પર પેચિંગવર્ક શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો જેના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવર જવર કરતાં સેંકડો વાહન ચાલકો હાલાકી બેઠી રહ્યા હતા પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચિંગ વર્ગ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં માર્ગ પર જે જગ્યાએ ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશેન પેચિંગ વર્ક પૂર્ણ થઈ ગયા બાદ વાહનચાલકોને રાહત મળશે.

#Bharuch #Gujarat #CGNews #Ankleshwar #Dilapidated Road #roads #Patchwork
Here are a few more articles:
Read the Next Article