અંકલેશ્વર: બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની GIDC પોલીસે કરી ધરપકડ

જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીની ત્રણ બાઈકો સાથે પકડી પાડ્યો હતો

New Update

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને મળી સફળતા

બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

રીઢા બાઈક ચોરની પોલીસે કરી ધરપકડ

બાઈક ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો

રૂ.95 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંકલેશ્વરના ત્રણ અલગ અલગ પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ ત્રણ મોટર સાઇકલ સાથે એક ઈસમને જી.આઈ.ડી.સી. પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીની ત્રણ બાઈકો સાથે પકડી પાડ્યો હતો
પોલીસે મધ્ય પ્રદેશના કઠ્ઠીવાડા તાલુકાના ખાબડકા ગામના હોળી ફળિયા નરેશ ગોવિદભાઈ તોમરની ધરપકડ કરી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના બે અને જી.આઈ.ડી.સી.મથકના એક મળી વાહન ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢી કુલ ૯૫ હજારનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Bharuch Police #GIDC police #Ankleshwar GIDC #Ankleshwar GIDC Police #Bike Theft #Bharuch Bike Theft #બાઈક ચોરી
Here are a few more articles:
Read the Next Article