New Update
નર્મદા નદીમાં પુરની પરિસ્થિતિ
કાંઠા વિસ્તારના ગામોમાં દહેશત
ખેડૂતોની પાકને બચાવવા મથામણ
ઉપજ તોડી લેવાની કરી શરૂઆત
પાકને તણાતો બચાવવા જહેમત
ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામના ખેડૂતોએ પાકને પુરમાં તણાતો બચાવવા જહેમત ઉઠાવી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
તેવામાં અંકલેશ્વરના છાપરા, કાસિયા, બોરભાઠા ગામના ખેડૂતોએ ખેતરની ઉપજો તોડી લેવાની શરૂઆત કરી છે.ખેડૂતોએ પોત પોતાના ખેતરોમાં પાક બચાવવા જહેમત ઉઠાવી છે.અને મુખ્ય માર્ગ ઉપર પાક એકઠો કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વખતે પૂરના દાઝેલા ખેડૂતોએ આ વર્ષે સમય સુચકતા વાપરી પોતાનો પાક બચાવવા પ્રયાસ કર્યા છે.
Latest Stories